Birthday Gift માં શું જોઈએ છે તે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું, આ રહ્યું લિસ્ટ 

તેમણે જન્મદિવસના એક દિવસ બાદ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમને ભેટ તરીકે દેશવાસીઓ પાસેથી શું ભેટ જોઈએ છે. 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીને 70મો જન્મદિવસ હતો. આ અવસરે સમગ્ર વિશ્વમાંથી તેમને શુભકામનાઓ મળી. 

Birthday Gift માં શું જોઈએ છે તે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું, આ રહ્યું લિસ્ટ 

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જણાવી દીધુ છે કે તેમને જન્મદિવસ નિમિત્તે શું બર્થડે ગિફ્ટ (Birthday Gift)  જોઈએ છે. તેમણે જન્મદિવસના એક દિવસ બાદ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમને ભેટ તરીકે દેશવાસીઓ પાસેથી શું ભેટ જોઈએ છે. 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીને 70મો જન્મદિવસ હતો. આ અવસરે સમગ્ર વિશ્વમાંથી તેમને શુભકામનાઓ મળી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ટ્વીટમાં કહ્યું કે, "લોકોએ પૂછ્યું છે કે મારે જન્મદિવસ પર શું જોઈએ. તો હું એ ચીજો જણાવવા જઈ રહ્યો છું જે મને તરત જોઈએ છે. ત્યારબાદ પીએમ મોદીએ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા લખ્યું કે માસ્ક પહેરતા રહો, અને બરાબર પહેરો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. દો ગજ દૂરી હંમેશા ધ્યાનમાં રાખો. ભીડભાડવાળી જગ્યાએ પર જતા બચો. પોતાની ઈમ્યુનિટી વધારો અને આવો આપણે આપણી દુનિયાને સ્વસ્થ બનાવીએ."

Keep wearing a mask and wear it properly.

Follow social distancing. Remember ‘Do Gaj Ki Doori.’

Avoid crowded spaces.

Improve your immunity.

Let us make our planet healthy.

— Narendra Modi (@narendramodi) September 17, 2020

બધાનો માન્યો આભાર
પોતાની ભેટ અંગે જણાવતાની સાથે જ પીએમ મોદીએ તેમને શુભકામનાઓ પાઠવનારાઓનો આભાર માન્યો. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે મારા જન્મદિવસ પર દેશ અને દુનિયાના લોકોએ પોતાની શુભકામનાઓ પાઠવી. હું તે બધાનો આભારી છું તેમણે મને શુભેચ્છાઓ પાઠવી. આ શુભકામનાઓ મને મારા નાગરિકોની સેવા કરવા અને તેમના જીવનસ્તરને સુધારવાની દિશામાં કામ કરવા માટે શક્તિ આપે છે. 

કાર્યશૈલીની કરી પ્રશંસા
પીએમ મોદીને દુનિયાભરના નેતાઓએ જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી તથા નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી પણ સામેલ હતાં. આ અવસરે પુતિને પત્ર લખીને પ્રધાનમંત્રી મોદીની કાર્યશૈલીની પ્રશંસા પણ કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news